Posts

Showing posts from February, 2019

વસુધૈવ કુટુમ્બકમ પત્રિકા

પ્રેમ આધારિત સમાજ રચના - Gift Economy વસુધૈવ કુટુમ્બકમ ( વિશ્વ એક કુટુંબ છે ) ઘણા બધા લોકો આ ‘વસુધૈવ કુટુમ્બકમ’ વાક્યને ગર્વથી બોલે છે પરંતુ તેમાંથી કેટલા લોકો તેના અર્થને મૂળથી સમજે છે? વળી, કેટલાક તો સમજ્યા વગર તેના પર ભાષણો પણ આપી દે છે. વસુધૈવ કુટુમ્બકમ જે મૂળ સંસ્કૃત વાક્ય છે. ઋષિ મુનિઓએ આ વિચારને હજારો વર્ષો પહેલાં આપ્યો હતો. આ વિચારને સર્વ વ્યક્તિઓ સમજીને જીવે અને તે મુજબની સમાજરચના બને તો જ આ જગતમાં સુખાકારી કાયમી જાળવાઈ રહેશે. પૂરું જગત એક કુટુંબ તરીકે કેવી રીતે જીવી શકે તે સમજવા આપણે એક આદર્શ કુટુંબ વ્યવસ્થાની મદદથી સમજીએ. ૧. કુટુંબમાં સર્વ કોઈ આપણું હોય છે : આ જગતમાં આપણે આપણા નાના કુટુંબને છોડીને કોઈને પણ આપણા ગણતા નથી. બીજાઓને મારા ના ગણવાનું આપણને નાનપણથી જ આપણા કુટંબ અને સમાજ તરફથી સીધી કે આડકતરી રીતે શીખવાડવામાં આવે છે. આ મારું પેલું તારું એવા સ્પષ્ટ ભેદ આપણને બતાવવામાં આવે છે. એવા જ બીજા અનેક પ્રકારના ભેદ આપણને સમજાવવામાં આવે છે.  જેવા કે, જાતિવાદ, ઈશ્વરવાદ, ધર્મવાદ, પ્રદેશવાદ, રાષ્ટ્રવાદ વગેરે, વગેરે. જેમ કે હું શીખ છું, પેલો ખ્રિસ્તી છે ( ધર્મવાદ ); હ