Posts

Showing posts from June, 2019

કુદરતના કાયદા અને માનવના નિયમો

Image
કોઈ પણ પ્રક્રિયાને ચલાવવા માટે તે જે રીતે તે ચાલશે તેને આપણે નિયમ કહીએ. અને જો આ નિયમ બિલકુલ બદલી ના શકાય એમ હોય તો આપણે તેને કાયદો કહીએ. એટલે કે નિયમમાં ફેરફાર શક્ય છે, કાયદામાં નહિ. વળી, દરેક કાયદો એ નિયમ છે પણ નિયમ એ કાયદો નથી. સામાન્ય વ્યવહારમાં સારા સંચાલન માટે આપણે નિયમો બનાવીએ. અને તે નિયમોને આપણે બદલાતી પરિસ્થિતિ મુજબ બદલીએ પણ ખરા. અને નિયમોમાં ફરજ ના હોય પણ સમજદારી હોય. જો ફરજ આવે તો તે કાયદો બની જાય. આપણે મોટે ભાગે બધા કોઈ ને કોઈ રમતો રમીએ છીએ. ક્રિકેટ બધાને ખબર છે. આ ક્રિકેટ રમવાના ચોક્કસ નિયમો છે. ૬ બોલની એક ઓવર, ૧૧ ખેલાડીઓ. અને તેવા બધા. પણ આપણે બધા જ જાણીએ છીએ કે ગલીમાં પણ છોકરાઓ ક્રિકેટ રમે અને તે ગલી મુજબ અને ખેલાડીઓની સંખ્યા મુજબ તેઓ પોતે નિયમો બનાવે. આ ઘરની સરહદ બહાર ૪ રન, પેલી દિવાલ ને અડે તો ૨ રન, ૧ ટપ્પીએ કેચ આઉટ. પેલી બારીને અડે તો આઉટ. કોઈની છત ઉપર જાય તો આઉટ. આવી દરેક રમતો વિચારી જાઓ. આ બધી રમતોના પોતાના નિયમો હોય અને તેઓ જરૂર મુજબ તેને બદલે. દરેક ઘરમાં ઘરની અંદર રહેલી વસ્તુઓ કે સગવડો મુજબ બધા નિયમ બનાવે. જેવું કે ડોયા વડે પાણી લેવું. પાણી પીને પ્યાલો