Uniqueness in Gujarati
મારા જેવો તો હું એક જ ! આ જગતમાં દરેક વસ્તુ અનન્ય છે. અનન્યતા એ કુદરતના મૂળભૂત સિદ્ધાંતોમાંનો એક છે. જેમ કે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત. મૂળભૂત સિદ્ધાંતનો અર્થ જ એ છે કે કુદરત તેમ ઈચ્છે છે. અને જેથી આપણે કોઈ પણ રીતે તેને બદલી ના શકીએ. અનન્ય એટલે ' એક અને માત્ર એક જ ' મતલબ કે તેના જેવું બીજું એક પણ નહિ. ઉદારહણ તરીકે તમે કોઈ આંબાવાડીમાં જાઓ અને 25 આંબાના ઝાડને જોઈ લો. દરેક ઝાડને બીજા ઝાડ સાથે સરખાવીને બે સરખા ઝાડ શોધવાની કોશીસ કરો. કોઈ પણ બે ઝાડનાં આકાર સરખા નહિ મળે. બીજું ઉદારાહણ લઈએ, લીમડાના 2-3 ઝાડના બધા પાંદડા ઉતારી લો. માનો કે તે પાંદડાની સંખ્યા હજારોમાં છે. હવે ખુબ ચોકસાઈથી આ બધા પાંદડામાંથી બે સરખા આકારના પાંદડા શોધવાની કોશીસ કરો. ચોક્કસ તમને નહિ મળે. કુદરતે પોતે સર્જેલી આવી દરેક વસ્તુ અનન્ય છે. દરેક પત્થર, દરેક વૃક્ષ , દરેક પાંદડું, દરેક પક્ષી, દરેક નદી, પર્વત, દરેક સ્થળ, ત્યાની આબોહવા આ સર્વ અનન્ય છે. દરેક ઘટના અનન્ય છે. મતલબ કે તેવી ઘટના ભૂતકાળમાં ક્...