GDP : વિકાસનો માપદંડ


GDP :  જેટલા વધુ રૂપિયાના વ્યવહારો સરકારના ચોપડે નોંધાય તેટલો GDP વધે.

સરકાર નવા રસ્તા બનાવે, નવી શાળાઓ ખોલે, નવી હોસ્પિટલ બનાવે, નવા ઉદ્યોગો સ્થપાય, વધુ ઉત્પાદન થઇ માલ બજારમાં ઠલવાય અને તેની મોટા પાયે ખરીદ-વેચાણ થાય. અને આ બધાને લીધે જે રૂપિયાના વ્યવહારો વધે તેથી GDP વધે.  જેને સરકારી ભાષામાં વિકાસ કહેવાય.

આપણે બજારમાં હલકી કક્ષાનો માલ મોટા જથ્થામાં ઉતારી દઈએ, લોકો તેની ભરપુર ખરીદી કરે અને તે માલ જલ્દી ખરાબ થઇ જાય અને લોકો ફરી ખરીદી કરે અને આ બધા વ્યવહારો કાયદાકીય રીતે થાય એટલે કે તેની સરકારી નોંધ થાય ત્યારે GDP વધી જાય.

ઉદ્યોગોને લીધે પ્રદુષણમાં વધારો થાય અને તેને લીધે લોકો વધુ બીમાર પડે અને જેના લીધે વધુ લોકો ડોકટરને રૂપિયા ચૂકવે. વધુ દવાઓ ખરીદાય. જેથી વધુ દવાઓની કંપનીઓ ચાલે. જેથી GDPવધે.

કેન્સરના દર્દીઓ વધે તો સરકાર દરેક શહેરમાં કેન્સરની હોસ્પિટલ ખોલે તો વિકાસ કહેવાય. અને GDP વધે.

આર્થિક-સામાજિક મુશ્કેલીઓ વધવાથી લોકોના માનસિક સ્વાસ્થ્યમાં તકલીફો ઉભી થાય અને તેઓ માનસિક રોગની સારવાર લે તો તેના માટે થતા ખર્ચા અને તેના આર્થિક વ્યવહારો તે GDPમાં વધારો કરે છે.

વધુ અકસ્માત થાય તો કાર અને વ્યક્તિઓના વધુ ઇન્સ્યોરન્સના વ્યવહારો વધે, જેથી GDP વધે.

એક સોસાયટીના લોકો સફાઈ કરવા માટે માણસોને રોકે છે અને તેમને પગાર બેંકથી ચૂકવાય છે તો તેથી GDPમાં તેની નોંધ લેવાય છે.  ગંદકીમાં સતત વધારો થવાથી લોકોને સફાઈ માટે મોંઘા સાધનો ખરીદવા પડે છે તો તેથી GDPમાં વધારો થાય છે.

એક બહેન લોકોને ત્યાં રસોઈ બનાવવા જાય છે કે સાફ સફાઈ કરે છે અને તેનો પગાર બેન્કથી ચૂકવાય છે તો તે GDP વધારવામાં સહયોગ આપે છે.
બે દેશ વચ્ચે સંબંધો ખરાબ થાય અને તેથી વધુ વિનાશક શસ્રો બનાવવા પડે, જેના લીધે શસ્ત્રોનું નવું કારખાનું શરુ કરવું પડે અને તેથી નવી નોકરીઓ ઉભી થાય તો તેનાથી GDP વધે અને વિકાસ થયો કહેવાય.

બે ભાઈઓ વચ્ચે ઝગડો થાય અને તેનાથી કોર્ટ કેસ થાય અને જેના આર્થિક વ્યવહારો થાય  તો તે GDPમાં વધારો કરે.

એક વ્યક્તિ સ્વાવલંબી અને સ્વસ્થ જીવન જીવે, તેને કોઈ રોગ કે અકસ્માત ના થાય તો તે GDP વધારવામાં લગભગ નહીવત સહકાર આપે છે.

એક સમૂહ પોતાની રીતે એક નાનો મેળાવડો કરે છે અને તેઓ મળે છે, મઝા કરે છે પણ કોઈ બજારમાંથી વસ્તુઓની ખરીદી કરતા નથી. તો તેઓ GDP વધારવામાં નહીવત ફાળો આપે છે.

એક વ્યક્તિ 100 લોકોની વિના મૂલ્યે યોગ શિબિર રાખે છે અને લોકોના સ્વાસ્થ્ય સુધારે છે તો તેઓ GDP વધારવામાં નહીવત ફાળો આપે છે.

એક વિસ્તારની રહેણાંક સોસાયટીઓના લોકો નહીવત કચરો પેદા કરે છે તથા જે પણ થોડો કચરો પડે છે તેને રોજ જાતે વાળી નાંખીને પોતાની સોસાયટી તથા વિસ્તારને સ્વચ્છ રાખે છે તો તેઓ GDPવધારવામાં નહીવત ફાળો આપે છે.

એક માતા આખો દિવસ પોતાના પરિવાર માટે વિવિધ કાર્યો કરીને પરિવારને સારી રીતે ચલાવવામાં મદદરૂપ થાય છે પણ તેથી GDPમાં વધારો થતો નથી.

ઉપરના ઉદાહરણોને સમજો તો એક વસ્તુ તમને સમજાશે કે GDPમાત્ર એક જ વસ્તુનું ધ્યાન આપે છે અને તે કે કેમ વધુ રૂપિયાની લેવડ-દેવડ  થાય. તેને લોકોની સુખાકારી વધે છે કે નહીં તેની સાથે કોઈ જ મતલબ નથી.

લોકોનું જીવન બહેતર બનવું તે GDP નું લક્ષ્ય નથી. લોકોનું સ્વાસ્થ્ય સુધરે તે GDPનું લક્ષ્ય નથી જ. લોકો પોતાની રીતે ખુશ હોય તો તે GDP માટે નકામું છે. કેન્સરના દર્દીઓ વધવા અને તેથી નવી કેન્સર હોસ્પિટલ ખોલવી પડે તો તેનાથી GDP વધે અને તેને વિકાસ ગણવામાં આવે.

લોકોની સુવિધાઓ વધવી જ જોઈએ અને તેને વિકાસ કહી શકાય પણ તે સુવિધા સાથે લોકોની વાસ્તવિક સુખાકારીમાં કેટલો વધારો થાય છે તેને જોવું જરૂરી છે અને તે GDPમાં હોવું જોઈએ, પરંતુ જે નથી.

આપણો પાડોશી અને નાનકડો દેશ ભૂતાન જેના માટે GNH નો ઉપયોગ કરે છે. GNHનો મતલબ થાય છે Gross National Happiness.એટલે કે ભૂતાનમાં લોકો કેટલા ખુશ છે તેને વિકાસનો માપદંડ ગણવામાં આવે છે. નવા રસ્તા બનવા કે સ્વાસ્થ્ય માટેની સગવડો વધવી એ જો તેમની સુખાકારીમાં વધારો કરે તો ત્યાનો GNH વધશે. પણ તે સિવાય બીજી ઘણી બધી બાબતો પર GNH આધાર રાખે છે.

આ વિડીયો GNH વિષે સારી માહિતી આપે છે.


GNH માપવામાં કેવી રીતે આવે છે તેના પર આ વેબ સાઈટ પર માહિતી આપેલ છે.





Comments

Popular posts from this blog

Free E-Books Download Links

Why Don't I Earn Money?

Glimpse of Love Based World